Happy Mother’s Day Wishes Gujarati Text | મધર્સ ડે શુભકામના મેસેજ/ સંદેશાઓ ગુજરાતીમાં ટેક્સ્ટ
દરેક બાળક માટે, માતા તેની આખી દુનિયા હોય છે. દિવસ-રાતની ચિંતા કર્યા વિના માતા આપણા માટે શું શુ નથી કરતી. આ મધર્સ ડે પર, અમે તમારા માટે કેટલીક ખાસ કવિતાઓ, સંદેશાઓ, અને ક્વોટ્સ લઈને આવ્યા છીએ. Happy Mother’s Day Gujarati wishes તમે તમારી માતાને આ સુંદર મીઠડાં સંદેશાઓ મોકલી શકો. તો આ રહ્યા મધર્સ ડે શુભકામના મેસેજ/ સંદેશાઓ ગુજરાતીમાં
- જેને મને કલમ પકડતા શીખવ્યું, તેના માટે આજના શુભ દિવસે શું લખું. છતાંય પહેલો અક્ષર લખતા શીખ્યો હતો એ જ લખી દઉં છું આજે, “માં”. હેપી મધર્સ ડે મામ્મા.
- તમે મારી આખી દુનિયા છો માં. હેપ્પી મધર્સ ડે! 🌸
- દરેક રોગોની દવા છે મા, બાળકને તકલીફ થાય તો, રાત કે દિવસ જોયા વિના, ખડા પગે ઉભા રહીને પાટણ બાળકને સાજો કરે એ માં. હેપી મધર્સ ડે. લવ યુ માં.
- ક્યારેય તેના ચહેરા પર ના થાક જોયો, કે ના જોયો તડકો
ના જોઈ તેની મમતામાં કોઈ મિલાવટ.
જોયું તો બસ, પ્રેમનો અને વ્હાલનો દરિયો.
હેપી મધર્સ ડે મોમ.
- જેવો પ્રેમ તમારા ખોળામાં છે માં, તેવો પ્રેમ દુનિયામાં ક્યાંય નથી માં. શુભ માતૃત્વ દિન માં.
- બધાને જમાડીને જમતી, સૌને ઊંઘાડીને ઊંઘતી, તેમ છતાંય સૌના પહેલા જાગી જતી એટલે માં. આજના આ અવસર પર માં તને શત શત નમન. હેપી મધર્સ ડે માં.
- હું ક્યાંય પાછો નહિ પડુ “માં”, જ્યાં સુધી તારો હાથ મારા માથા પર છે. બસ આમ જ સદાય આ હાથ મારા માથેથી ક્યારેય હટાવીશ નહિ માં. હેપી મધર્સ ડે માં.
- મંઝીલ દૂર છે ને સફર ખૂબ લાંબો છે,
આ જીવનમાં મુશ્કેલીઓ ઘણી છે,
મારી નાખતી આ દુનિયા ક્યારની મને,
પણ મારી માતાની દુઆઓમાં અસર અઢળક છે
હેપી મધર્સ ડે માં.
Mother’s Day Gujarati Quotes | મધર્સ ડે ગુજરાતી કવોટ્સ
દર વર્ષે આજ મહિનામાં એટકે કે મે મહિનાના બીજા રવિવારે સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 2025માં પણ 11મેના દિવસે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. તો આ મધર્સ ડે નિમિત્તે મોકલી આપો Gujarati Mother’s Day quotes તમારી માતાને શુભેચ્છા સંદેશાઓ. મધર્સ ડે કવોટ્સ ગુજરાતીમાં
- આ અખંડ વિશ્વમાં સર્વત્ર પાખંડ જ પાખંડ છે, પરંતુ “માં” ના પ્રેમમાં ક્યાંય પાખંડ જોવા નહિ મળે. હેપી મધર્સ ડે મમ્મી.
- દરેકના જીવનમાં તે સૌથી ખાસ હોય છે,
ગમે તેટલા દૂર હોવા છતાં પણ દિલની પાસે હોય છે,
જેની સામે પડકાર પણ નમી જાય છે,
તે બીજું કોઈ નહીં પણ “માં” હોય છે
શુભ માતૃત્વ દિન માં - જિસને મુજે બલવાન બનાયા, ક્યાં લિખુ ઉસ માં કે લિયે.
જિસને મુજે શેર બનાયા, ઉસ “માં” કે લિયે પેશ હૈ, એક શેર,
પેહલા હરફ જો બોલા પાયા થા, વહી બોલ દેતા હું આજ
“માં “, હેપી મધર્સ ડે માં. - આ બનાવટી લોકો, બનાવટી લાગણીઓ અને બનાવટથી ભરેલી આ દુનિયામાં એકમાત્ર વાસ્તવિક વસ્તુ જે છે એ છે બાળક પ્રત્યેનો માતાનો પ્રેમ. હેપી મધર્સ ડે માતૃ શ્રી.
- કહેવામાં તો તું “માં” છે, પરંતુ મારા માટે, તું મારી દિલની ધડકન છે. તું જ મારો ભગવાન છે માં. હેપી મધર્સ ડે માં.
- એક જૂની અને જાણીતી કહેવત છે, કે “માં તે માં, બીજા બધા વન વગડાના વા” જે બિલકુલ સાચું અને સાતત્ય છે. હેપી મધર્સ ડે મમ્મી.
- નથી જવું કચ્છ, કાશી કે હરિદ્વાર, નથી ફરવું ચારધામ યાત્રા. મારા તો ચારેય ધામ બસ એક તારા જ ચરણોમાં છે માં. હેપી મધર્સ ડે માં.
- “ગોળ વિના સુનો કંસાર, ને મા વિના સુનો સંસાર” આ કહેવત ખરેખર સાચી પુરવાર થઇ છે માં, તારું હોવું માત્રથી ઘરમાં ઉજાસ અને શાંતિ પ્રસરાઈ જાય છે. કોઈ પ્રેમ કરે કે ન કરે, સાથ આપે કે ન આપે, પરંતુ માં નો સાથ, પ્રેમ, હૂંફ અને આશીર્વાદ હંમેશા તમારી સાથે જ રહેશે. હેપી મધર્સ ડે.
Mother’s Day Wishes from Daughter in Gujarati | છોકરી તરફથી મધર્સ ડેની શુભકામનાઓ ગુજરાતીમાં
મધર્સ ડે પર દરેક છોકરી પોતાની માં પ્રત્યે વ્હાલ, પ્રેમ, અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. જેને ધ્યાનમાં રાખીને અમે લઈને આવ્યા છીએ, વિવિધ યાદગાર Subha Mataru Din શુભેચ્છા સંદેશાઓ અને અવનવી શાયરીઓ. છોકરી તરફથી મધર્સ ડેની શુભકામનાઓ ગુજરાતીમાં, અહીંથી કોપી કરી મોકલી શકશો.
- મેં ક્યારેય ભગવાનને નથી જોયા, પણ હા મેં મારી માં ને જોઈ છે, અને મને વિશ્વાસ છે કે, તેઓ પણ મારી માં જેવા જ હશે. હેપી મધર્સ ડે માં.
- મને ખબર નથી કે મારુ ભવિષ્ય કેવું હશે, પણ જયારે જયારે હું મારી માંનું હાસ્ય જોઉં છું, ત્યારે મને જણાય છે કે મારુ ભવિષ્ય બુલંદ, અને માંના આશીર્વાદથી ભરેલું છે. હેપી મધર્સ ડે મમ્મી.
- હું જીવનમાં કેટલીય ઊંચાઈઓ પર પહોંચી જાઉં, પણ, મારી માંના આશીર્વાદ વિના બધું જ અધૂરું છે. હેપી મધર્સ ડે માં.
- એક તું હી ભરોસા, એક તું હી સહારા, નહિ તેરે સિવા કોઈ હમારા. ઓ માં, મેરી પ્યારી માં. હેપી મધર્સ ડે માં.
- સમગ્ર વિશ્વમાં વહેલી સવારે જો કોઈ જાગતું હોય તો એ ત્રણ જ વ્યક્તિ છે. એક માતા, બીજું મહેનત અને ત્રીજું જવાબદારી. તમારા ઉપકાર ક્યારેય નહિ ભુલાય માં. હેપી મધર્સ ડે માં.
- માં એટલે આખી દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સબંધ! આખો સાગર નાનો લાગે જ્યારે, ‘મ’ ને કાનો લાગે. શુભ માતૃત્વ દિવસ માં.
- જીવનનો પહેલો શિક્ષક હોય છે માં,
જીવનનો પહેલો દોસ્ત હોય છે માં,
જન્મ આપવાવળી પણ માં જ છે.
મારુ આખું જીવન જ “માં” માં સમાયેલું છે.
હેપી મધર્સ ડે માં. - જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, કે દુઃખ આવે, બસ ખાલી એકવાર “માં” સમક્ષ બધું કહેવાથી, કૈક તો એવી કૃપા થાય છે કે અચાનક, તમામ દુઃખ, મુશ્કેલીઓનો અંત આવી જાય છે. કારણ કે “માં” ક્યારેય પોતાના છોકરાઓને દુઃખી ન જોઈ શકે. હેપી મધર્સ ડે માં.
Mother’s Day Quotes in Gujarati for mother-in-law | મધર ઈન લૉ માટે મધર્સ ડે શુભેચ્છા મેસેજ ગુજરાતીમાં
આજે માતૃ દિવસ/ મધર્સ ડે નિમિત્તે તમારી માટે લઈને આવ્યા છીએ વિશેષ Mother’s Day shayari Gujarati, કવિતા, સુવિચારો, કહેવતો અને સુવાક્યો જે તમે તમારા મમ્મી, મધર ઈન લૉ માટે મધર્સ ડે શુભેચ્છા મેસેજ ગુજરાતીમાં મોકલી શકો છો. Mother’s Day messages in Gujarati માં હમણાં જ મોકલો.
- ભલે તમે મારા સગા માં નથી પણ, સગા માં કરતા ઓછા પણ નથી. આ ઘરમાં આવ્યા પછી તમે મને માં નો ઓરતો આવવા જ નથી દીધો. હું હંમેશા તમને પ્રેમ કરીશ માં. હેપી મધર્સ ડે.
- જીવનમાં સહનશીલતાના અને દુઃખને સહન કરવાની કલા તેમજ મુશ્કેલીઓ સામે અડગ રહીને ઉભા રહેવાની અને લડવાની ત્રેવડ તમે જ મને આપી છે માં. તમારો ખુબ ખુબ આભાર. હેપી મધર્સ ડે.
- તમારા ઘરમાં હોવા માત્રથી ઘરની ચારેય તરફ ઉજાસ અને ઉલ્લાસ છવાઈ જાય છે. ઘર આખું હર્યું-ભર્યું થઇ જાય છે. તમે જ ઘરની શાંતિ છો સાસુ માં. હેપી મધર્સ ડે.
- મેં મારી સગી માંને ક્યારેય જોઈ નથી પણ, તમે મને માં કરતાંય વધુ સ્નેહ અને પ્રેમ આપ્યો છે. ભગવાને મને આપેલો એક અમૂલ્ય ઉપહાર છો તમે. હેપી મધર્સ ડે મોમ.
- આજના આ મધર્સ ડે પર એક શેર તમારી સાથે શૅર કરવા માંગીશ માં, કે “માંગ લું એક મન્નત કે ફિર યહી જહાં મિલે ફિર વહી ગોદ ઓર ફિર વહી મા મિલે”. હેપી મધર્સ ડે મમ્મીજી.
- હું માંદી પડું તો દુઃખ “માં” ને થાય, દવા કામ ન આવે તો નજર ઉતારે છે, પણ હાર ના મને, એ “મા” છે સાહેબ હાર ક્યાં માને છે.
- તમારું ઘરમાં હોવું એ એક સ્તંભ જેવું છે. જો તમે ન હોય તો આખું ઘર ખંડેર જેવું લાગે છે સાસુમા. તમારો આશીર્વાદ અને આવો પ્રેમ સદાય અકબંધ રહે એવી પ્રભુને પ્રાર્થના. હેપી મધર્સ ડે મમ્મીજી.
- જીવનમાં મરવા માટે ઘણાં રસ્તા છે, પરંતુ જન્મ લેવા માટે ફક્ત અને ફક્ત એક જ રસ્તો છે. અને તે છે ‘મા’. આજે આ જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન લાગી રહી છે મને માં. હેપી મધર્સ ડે મમ્મીજી.
Read More,
10 Best Mother’s Day Flowers to Show Your Love
Top 10 Mother’s Day Gift Ideas under ₹1000
Top 08 Best Mother’s Day Gifts for New Moms
No Comments