વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ ગુજરાતીમાં | Valentine’s Day Wishes in Gujarati from IGP
ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમ, લવ, પ્રીત, સ્નેહ, પ્યાર, મહોબ્બતનો મહિનો. ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે અગાઉનું આખું અઠવાડિયુ “વેલેન્ટાઈન વીક” તરીકે ઉજવવામાં આવે છે. અને છેલ્લો દિવસ (૧૪ ફેબ.) એટલે કે વેલેન્ટાઈન ડે પર, પ્રેમી કે પ્રેમિકા પ્રિયતમ કે પ્રિયતમાને પોતાના પ્રેમનો પ્રસ્તાવ, એટલે કે એકબીજાને પ્રેમનો ઈઝહાર કરે છે.
દુનિયાભરમાં પ્રેમ કરનારા લોકો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. જેની ધ્યાનમાં રાખી, તમારા મારે અમે લઈને આવ્યા છીએ, વેલેન્ટાઈન ડે ના શુભેચ્છા સંદેશ ગુજરાતીમાં. પ્રેમભર્યા વેલેન્ટાઈન ડે ના શુભેચ્છા સંદેશ ગુજરાતીમાં. તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે લઈને આવ્યા છીએ રોમેન્ટિક શાયરીઓ, પ્રેમભર્યા કવિતાઓ અને વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ ગુજરાતીમાં. તમારા પ્રિયતમ કે પ્રયતામાંને મોકલો વેલેન્ટાઈન ડેના શુભેચ્છા સંદેશ ગુજરાતીમાં.
ગુજરાતીમાં રોમેન્ટિક વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ – Romantic Valentines Day Wishes in Gujarati
-
તું મળી, ને હું પ્રેમમાં પડી ગયો, મારા જીવનની નૈયા પાર થઇ ગઈ. તને આજીવન પ્રેમ કરીશ પ્રિયે. હેપ્પી વેલેન્ટાઈન ડે. 💖🚢💞
-
હું નસીબદાર છું કે તારા जैसी સારી પાર્ટનર મને મળી. હેપ્પી વેલેન્ટાઈન ડે, જાનુ! 😘💫💍
-
હું વિશ્વાસ કરી શકતો નથી કે મારા જીવનમાં તને મળીને હું કેટલો ખુશ છું. હું તને મારી ગર્લફ્રેન્ડ તરીકે મેળવીને ખૂબ જ ખુશ છું. વેલેન્ટાઈન ડેની ખુબ ખૂબ શુભેચ્છા. 💕🌹😊
-
વીરાન હતી જીંદગી આ ભીડભાડમાં,
વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં,
પરંતુ જયારે તું મળી, તો એવું લાગ્યું કે કંઈક ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં
હેપ્પી વેલેન્ટાઈન ડે! 🌌💫💖 -
મારા જીવનમાં તમારી એવી અસર છે, કે મારા માટે આખી દુનિયા જ તું છે. હેપ્પી વેલેન્ટાઈન ડે! 🌍💓💕
-
હેપ્પી વેલેન્ટાઈન ડે મારા પ્રાણ, તારા કારણે જ મેં આપણા સુંદર ભવિષ્યના સપનાઓ જોવાનું શરૂ કર્યું. મેં તારી આંખોમાં ખુશી અને પ્રેમથી ભરેલી દુનિયા જોઈ છે. થેન્ક યુ માય લવ. 💖🌟👀
-
મારા માટે દરેક દિવસ વેલેન્ટાઈન ડે છે, જો તું મારી સાથે છે, તારી સુંદરતા અને તારા પ્રેમની ઉજવણી કરવા માટે વર્ષમાં ફક્ત એક દિવસ પૂરતો નથી! હેપ્પી વેલેન્ટાઈન ડે પ્રિયે. 💑🌹✨
-
પ્રેમના પ્રકાર છે અનેક, પરંતુ આપણી મિત્રતાનો પ્રેમ એ એક મૂલ્યવાન ખજાનો છે,
હું આપણી મિત્રતાને મહત્વ આપું છું, અને તારો દિલથી આભાર માનું છું.
હેપ્પી વેલેન્ટાઈન ડે ડિયર. 👫💎💖 -
જીવનભર સાથ આપનારો મારો પડછાયો છે તું,
મારી આંખોમાં કાયમ રહેતું એક સુંદર સપનું છે તું,
હાથ જોડીને ભગવાન પાસે જે માંગ્યું હતું તે માંગણું છે તું.
હેપ્પી વેલેન્ટાઈન ડે! ✨💫🙏 -
મારા માટે તો બધા જ દિવસ પ્રેમના છે,
પણ તે છતાં એક વધારાનો મોકો તને પ્રેમ કરવાનો,
તો એ મોકો એમ કેમ જવા દેવાય
આઈ લવ યૂ જાનુ. હેપ્પી વેલેન્ટાઈન ડે! 💕💖🌷
ગુજરાતીમાં વેલેન્ટાઇન ડેના શુભ અવતરણો – Happy Valentine’s Day Quotes in Gujarati
-
ના ગુલાબ જોઈએ, ના ગિફ્ટ જોઈએ,
ના ચોકલેટ જોઈએ, ના ચુંબન જોઈએ
મારે તો બસ તારો આજીવન સાથ જોઈએ છે.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 🌹💖🤝 -
બધાથી અલગ અને સુંદર તમે ચોક્કસપણે છો,
પણ તેના કરતા વધારે सुंदर તમારું મારા જીવનમાં હોવું છે.
વેલેન્ટાઈન દિવસની શુભેચ્છા. 🌟💫💕 -
અનમોલ જીવનમાં સંગાથ તારો જોઈએ છે,
સોબતમાં છેલ્લે સુંધી, હાથ તારો જોઈએ છે,
ભલે આવી જાય કેટલીયે મુસીબતો પણ,
મારે તો અતૂટ વિશ્વાસ ફક્ત તારો જ જોઈએ છે.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 💍💑✨ -
પ્રેમ એટલે…
સમજીએ તો ભાવના છે,
કરીએ તો મજાક છે,
રમીએ તો રમત છે,
રાખીએ તો વિશ્વાસ છે,
લઈએ તો શ્વાસ છે,
રચીએ તો સંસાર છે,
નિભાવીએ તો જીવન છે
હેપ્પી વેલેન્ટાઈન ડે! 💕🌹💖 -
પ્યાર વો અહેસાસ હૈ જે કભી મિટતા નહીં,
પ્યાર વો પર્વત હૈ જે કભી ઝુકતા નહીં,
પ્યાર કી કિંમત ક્યા હૈ હમસે પૂછો,
પ્યાર વો અનમોલ હિરા હૈ જે બિકતા નહીં.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 💎💘🌟 -
બેવજહ કિસી કો સતાયા નહીં કરતે,
હદ સે જ્યાદા કિસી કો તડપાયા નહીં કરતે,
આપકે લફ્ઝો સે, જિસકી સાંસ ચલતી હૈ,
ઉન્હેં ઇતના તરસાયા નહીં કરતે.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 💬💓🕊️ -
હું તારો પ્રેમી ને તું મારી પ્રેમિકા,
આજનો દિવસ છે ફક્ત આપડો ચાલ ને જીવી લઈએ બની બેબાકળા.
હેપ્પી વેલેન્ટાઈન ડે પ્રિયે! 💏🔥🌹 -
કોઈ ફૂલ માંગે, કોઈ ગુલાબ માંગે,
કોઈ ગિફ્ટ માંગે તો કોઈ પૈસા માંગે.
હું તો મંગું ફક્ત તુજ ને ઓ સનમ.
તારામાં જ મારુ સર્વસ્વ રહેલું છે. 💖🌹💫 -
કદી ન આપેલો પ્રેમ કરવો છે.
ક્યારેય ના કરેલો ઈઝહાર કરવો છે.
માપે ન મપાય એવો, શૂન્યથી અનંત સુધીનો પ્રેમ મારે કરવો છે.
હેપ્પી વેલેન્ટાઈન ડે પ્રિયે! 💖∞💌 -
કંઈક આપીને તો જો, હિસાબ ચૂકતે ન કરું તો કહેજે,
કંઈક લૂંટાવીને તો જો, ખોબે ખોબે પાછું ન આપું તો કહેજે.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 🎁💖✨
Celebrate love in every language! Check out our exclusive Valentine’s Day wishes in Hindi for more heartfelt messages and quotes to share with your special someone.
ગુજરાતીમાં તેણીને રોમેન્ટિક વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ – Romantic Valentine’s Day wishes for her in Gujarati
-
હું ફક્ત પ્રેમનો સરવાળો જ કરીશ, બાદબાકી મને આવડતી જ નથી.
આશા રાખું છું કે તને પણ પ્રેમનો સરવાળો જ આવડે. હેપ્પી વેલેન્ટાઈન ડે! 💖➕😊 -
રાહમાં ઉભો છું ક્યારનો તારી, કોઈ ભાળ નથી.
વાટમાં ઉભો છું ક્યારનો તારી, જોઈ આશ નથી.
તું ભલે આવે કે ન આવે, પ્રેમમાં રાહ જોવાની કોઈ સીમા નથી.
તારો અને ફક્ત તારો જ. હેપ્પી વેલેન્ટાઈન ડે! 💑🚶♂️🌹 -
શું કામ સંતાય છે, સામે આવીને તો જો
શું કામ ફંટાય છે, સામે બેસીને તો જો
તારી ‘હા’ હોય કે ‘ના’, કોઈ ફરક નથી પડતો
હું તો તારો જ છું, ને તારો જ રહેવાનો.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 💬❤️🔒 -
ચાલને ક્યાંક દૂર જઈએ, આ દુનિયાની પાર જઈએ.
ફક્ત તું ને હું જ. બધુંય ભૂલીને ખોવાઈ જઈએ આજે.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 🌍🚀💫 -
પ્રેમ છે, હા હા પ્રેમ છે મને! પરંતુ તને કેમ વહેમ છે,
ભૂલી જા બધું ભૂલ સમજી ને. ચાલ જીવી લઈએ આજનો દિવસ છેલ્લી ઘડી સમજીને.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 💖💭⏳ -
કંઈક ખૂટે છે, એટલે જ દિલ મારુ તૂટે છે ક્યારનું
કંઈક વિસરાય છે, એટલે જ દલડું મારુ રૂઠ્યું છે ક્યારનું
ચાલ ભૂલી જા બધુંય, કરી દે ને ઈકરાર પ્રેમનો, પ્લીઝ.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 💔💞🙌 -
પ્રેમનો પાઠ છે અઘરો, પ્રેમની ભાષા છે કઠિન
વિરહ, વેદના, પીડાનું આલિંગન કરવું હોય તો થઇ જાવ તૈયાર.
હું તો રાહમાં બેઠો છું, તું શેની રાહમાં છે?
ચાલ કરીએ શરૂઆત આ સફરની!
હેપ્પી વેલેન્ટાઈન ડે! ✨💌🚶♀️ -
ક્યારેક રડાવે છે તો ક્યારેક હસાવે છે આ પ્રેમ
તું હોય કે ના હોય, પણ હરપળ તારી જ અનુભૂતિ કરાવે છે આ પ્રેમ.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 😢😊💖 -
ખુબ જ નાનું છે મારી ઈચ્છાઓનું લિસ્ટ,
સૌથી પહેલી અને સૌથી છેલ્લી ઈચ્છા પણ તું જ છે પ્રિયે.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 📝💖🌹 -
સપનાઓમાં નહિ પણ હકીકતમાં જીવવું છે.
આ વેલેન્ટાઈન ડે પર મારે બસ તારી સાથે જ રહેવું છે.
હેપ્પી વેલેન્ટાઈન ડે પ્રિયે! 🌟💑💖
તેમના માટે ગુજરાતીમાં વેલેન્ટાઇન ડે સંદેશાઓ – Valentine’s Day messages for him in Gujarati
-
સંભાળને તું એક અહેસાસ છે, મારી રોમે-રોમમાં બસ તારો જ વસવાટ છે. તારા હોવા કે ના હોવાથી કોઈજ ફરક નથી પડતો, બસ તારી યાદ જ ઘણી છે. હેપ્પી વેલેન્ટાઈન ડે મારા મનના માણીગર! 💖💭🌹
-
હર જનમ મેં, હર બાર, બાર-બાર મેં આપકો હી ચાહૂંગી, ઔર આપકો હી ચુશુંગી. મેરે સપનો કે ઇન્સાન કો હેપ્પી વેલેન્ટાઇન ડે! 🌟💘💫
-
દિવસ હોય કે રાત, સુખ હોય કે દુઃખ, તું પાસે હોય કે નજીક, હર પળ તારો અહેસાસ, મારી માટે છે ખાસ. હેપ્પી વેલેન્ટાઈન ડે! 🌞🌙💖
-
મેરી જીંદગી કે સબસે મહત્વપૂર્ણ ઔર જરૂરી ઇન્સાન આપ હી હો. હેપ્પી વેલેન્ટાઈન ડે માય લવ! 💍🌹💑
-
આજનો “પ્રેમ” નો દિવસ ભલે વર્ષમાં એક જ વાર આવે છે, પરંતુ હું તો હર પળ, હર હાલમાં તમને જ પ્રેમ કરીશ, અને કરતી રહીશ. હેપ્પી વેલેન્ટાઈન ડે માય લવ! 💕⏳💖
-
હેપ્પી વેલેન્ટાઈન ડે માય લવ! મારી લાઈફમાં તમારું હોવું, મારા આ સુંદર સફરમાં તમારું હોવું, જીવનના તમામ હર્ષ, સુખ, દુઃખ, આનંદ, ધન, દૌલત બરાબર છે. 🌏💖✨
-
સુખનો સુરજ તમે જ છો, મારી સવારની ચા પણ તમે જ છો.
મારી સવાર, મારી સાંજ પણ તમે જ છો. હેપ્પી વેલેન્ટાઈન ડે મારા મનના મણિયારા! 🌅☕💍 -
સુખમાં સાથે રહીશ, દુઃખમાં સાથે રહીશ!
હસી-ખુશીમાં સાથે રહીશ!
તું જ્યાં રહીશ, હું ત્યાં રહીશ.
પરંતુ તારી સાથે જ રહીશ.. આજીવન.
હેપ્પી વેલેન્ટાઈન ડે! 💑🌟💖 -
પ્રેમનો છે દિવસ, આવને મળવા,
ઈઝહારનો છે દિવસ, આવને મળવા
પ્રેમીઓનો છે દિવસ આવને મળવા!
હેપ્પી વેલેન્ટાઈન ડે! 🌹💌💑 -
ઓય સંભાળ,
રોઝ ડે, ટેડી ડે કે વેલેન્ટાઈન ડે હોય…મારે શું.
તું સાથે હોય તો હર પળ મારી માટે હેપ્પી ડે અને લવ ડે.
હેપ્પી વેલેન્ટાઈન ડે. 🌷❤️🎉
Read More,
2025 व्हॅलेंटाईन डेच्या रोमँटिक शुभेच्छा कोट्स – Valentine Day Wishes, Quotes in Marathi
ভালোবাসা দিবসের শুভেচ্ছা, বার্তা ২০২৫ – Valentines Day Wishes, Messages, Quotes in Bengali
ਪੰਜਾਬੀ ਵਿੱਚ ਵੈਲੇਨਟਾਈਨ ਦਿਵਸ ਦੀਆਂ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ – Valentine Day Wishes in Punjabi
No Comments