Birthday

ગુજરાતીમાં જન્મદિવસના શુભેચ્છા | Happy Birthday Wishes, Messages, Shayari in Gujarati

April 1, 2025

Happy Birthday Wishes in Gujarati | ગુજરાતીમાં જન્મદિવસના શુભેચ્છા મેસેજ

વર્ષમાં ફક્ત એક જ વાર આવતો દિવસ એટલે “જન્મદિવસ”, જી હા..તમારો “હેપ્પી બર્થ ડે”. તમારા પ્રિયજનોને તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતીમાં જન્મદિવસ શુભેચ્છા મેસેજ મોકલો. તમારો મોકલેલો શુભેચ્છા મેસેજ તેમનો દિવસ ખાસ અને ખુશનુમાં બનાવશે.

  • જન્મદિવસની હાદિઁક શુભકામનાઓ🍫🎂🎊
    આખી દુનિયાને ખુશ😊 રાખવાવાળો પરમપિતા પરમેશ્વર, હંમેશા તમારી ખુશીનો ખ્યાલ રાખે અને આપની બધી ઈચ્છા પૂરી કરે એવી પ્રભુને પ્રાર્થના.📿🙏🏻
  • હંમેશા ખિલેલો રહો ગુલાબની જેમ,
    નામ તમારુ રોશન થાય સૂરજની જેમ,
    દુઃખમાં પણ હસતા રહો ફૂલોની જેમ,
    જન્મદિવસની ઉજવણી કરતા રહો રાજાની જેમ!
    🌹જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ🌹
  • સફળતા તમને ચૂમે.
    સુખ તમને ગળે લગાવે.
    તક તમને પસંદ કરે.
    સમૃદ્ધિ તમારો પીછો કરે.
    પ્રેમ તમને ભેટી પડે.
    શ્રેષ્ઠ મિત્રો તમારી આસપાસ રહે,
    બસ આટલી જ છે પ્રભુને પ્રાર્થના.
    જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!!
  • જીવનમાં આશીર્વાદ મળે, વડીલોથી,
    સાથ- સહિયોગ મળે, નાનાઓથી,
    ખુશી મળે, દુનિયાથી,
    પ્રેમ મળે, બધા પાસેથી,
    આજ પ્રાર્થના છે મારી ઈશ્વરને.
    જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ 🎂🎉🎁🎉🎊
  • ભગવાન દૂર રાખે તમને બધા દુઃખોથી,
    જન્મદિવસ મુબારક હો તમને દિલની ગહેરાઈઓથી.
    💐 Wish you a very Happy Birthday 💐
  • જેણે મારું જીવન સુંદર અને સુખમય બનાવ્યું. હસી, ખુશી અને આનંદથી છલોછલ છલકાવ્યું તેવા સુંદર વ્યક્તિત્વના ધનીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. 💐 💐
  • જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા! હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને શ્રેષ્ઠ આરોગ્ય, સ્વાથ્ય, દીર્ધાયુષ્ય અને સમૃદ્ધિ આપે!
  • હું જાણું છું કે ગત વર્ષ, તમારા માટે અઘરો સમય હતો, પરંતુ હવે આવનારો સમય તમારા લાયક, સારો અને સુખમયી નીવડશે તેવી પ્રભુને મારી દિલથી અરજ. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
  • તમારો આજનો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવી ક્ષણોથી ભરેલો રહે!

જન્મદિવસની હાર્દિક શુભેચ્છા!

  • તમારું આખું વર્ષ તન, મન અને ધનથી સારું રહે તેમજ ઉત્તરોઉત્તર પ્રગતિ કહેતા રહો એવા શુભાશિષ. જન્મદિવસની ઘણી ઘણી શુભેચછાઓ!🎂💐

Happy Birthday wishes for best friend in Gujarati | પ્રિયમિત્ર માટે જન્મદિવસ શુભેચ્છા મેસેજ ગુજરાતીમાં

ગુજરાતીમાં મિત્ર માટે જન્મદિવસની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર એટલે કે Happy Birthday Wishes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે તમારા પ્રિય મિત્ર, સખા અથવા ભાઈબંધને દિલ ખોલીને ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી શકો છો. હમણાં જ મોકલો તમારા પ્રિય વ્યક્તિને ગુજરાતીમાં બર્થ ડે મેસેજ/ Gujarati Birthday Messages.

  • જન્મદિન મુબારક પ્રિય મિત્ર. સ્વસ્થ, સમૃદ્ધ અને સફળ બનો તેમજ જીવનના ઉચ્ચતમ લક્ષ્યો પ્રાપ્ત કરો એવી દિલથી પ્રભુને પ્રાર્થના છે.
  • પ્રિય મિત્ર,
    આજે, તારા જન્મદિવસ પર, હું તને એક વાત કહેવા માંગુ છું,
    તું મને એક સાચા અને સારા મિત્ર તરીકે મળ્યો છે, તું હંમેશા આગળ વધે, તારી પ્રગતિમાં હું ખુશ, અને દુઃખમાં હંમેશા આગળ રહીશ એ મારું વચન છે. જન્મદિવસની શુભેચ્છાઓ!🎂💐
  • મારા સુખ, દુઃખ અને શક્તિના સ્રોત એવા પરમ મિત્રને જન્મદિવસ મુબારક! જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. લવ યુ ભાઈ.
  • જે મારા બકવાસ જોક્સ પર હસે છે, હું ભૂલો કરું કે મુર્ખામી ભર્યા કામો કરું ત્યારે પણ તે મારી બાજુમાં હંમેશા ઉભો રહે છે, એવા મારા શ્રેષ્ઠ અને બેસ્ટ મિત્રને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • હે મિત્ર, તારા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. ભગવાનને પ્રાર્થના છે કે તારું જીવન સમૃદ્ધિમય, સ્વાસ્થ્યમય, પ્રગતિકારક, તેમજ આદર્શ બને તેમજ આજીવન તારું આરોગ્ય, ખ્યાતિ જળવાઈ રહે. આપણે બંને આજીવન હળીમળીને સાથે રહીયે તેવી પ્રભુને પ્રાર્થના.
  • તારો જન્મદિવસ કેકની જેમ મીઠો રહે, આવનાર સમય સફળતા અને નવી ખુશીયો લઈને આવે. જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ મિત્ર!🎂💐
  • ઉંમર વધતી જશે, વર્ષો ઘટતા જશે, પણ આપણી વાતો દિવસે ને દિવસે વધતી જશે. મારા વ્હલા, જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. 💐💐
  • મિત્ર તને ખુશીથી ભરેલો દિવસ અને અતિ-આનંદથી ભરેલા વર્ષની શુભેચ્છા. આશા રાખું છું કે તું તારા જીવનમાં જે પણ મેળવવા ઈચ્છે તેનાથી બમણું મળે. જન્મદિવસની શુભકામના. 🎂🎂
  • પ્રિય મિત્ર, તારો આજનો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે એવી શુભેચ્છા! 🤗જન્મદિવસની હાર્દિક શુભેચ્છા🤗 હેપ્પી બર્થ ડે!
  • આજનો તમારો જન્મદિવસ છે “ખાસ”
    કેમ કે તમે છો સૌનાં દિલની “પાસ”
    આજે પૂરી થાય તમારી બધી જ “આશ”
    હેપ્પી બર્થ ડે! જન્મદિવસની હાર્દિક શુભેચ્છા.

Happy Birthday wishes for family in Gujarati | ફૅમિલી માટે જન્મદિવસ શુભેચ્છા મેસેજ ગુજરાતીમાં

વર્ષમા એક જ દિવસ આવતા બર્થ ડે માટે અમે લઈને આવ્યા છે, અવનવી શાયરીઓ, શુભેચ્છા સંદેશાઓ, અને નવા નવા મેસેજ, જે તમે તમારા, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની તમામને તેમના જન્મદિવસ પર મોકલી શકો છો. એ પણ ગુજરાતીમાં શુભેચ્છા મેસેજ કરી શુભકામના પાઠવી શકો છો. બહેન માટે ગુજરાતીમાં બર્થ ડે મેસેજ/ Birthday wishes in gujarati for sister.

  • ભગવાન તમારું જીવન હસી, ખુશી અને આનંદથી ભરે એવી પ્રાર્થના. જન્મદિવસની ખુબ ખુબ શુભકામના પપ્પા.
  • જેમણે મારી આંગળી પકડીને મને ચાલતા શીખવ્યું, મારો પહેલો પ્રેમ એવા મારા પપ્પાને જન્મદિવસની શુભકામનાઓ!
  • આખા વિશ્વમાં એક જ એવી અદાલત છે જ્યાં તમામ ગુનાઓ માફ થઇ જાય છે, અને તે છે એક માતાનું હૃદય. મમ્મીને જન્મદિવસની અનેકો અનેક શુભેચ્છાઓ.
  • “માં” બસ આ એક જ નામ આપણી સાથે હોવાનો અહેસાસ કાફી છે,
    જે જીવનના તમામ દુઃખોને પળભરમાં દૂર કરી દે છે.
  • વ્હાલી પત્ની તારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
    સાતે ભવ બસ તુજ પત્ની સ્વરૂપે સામે આવે તેવી પ્રભુને અરજ.
  • કરું છું યાદ આપના જન્મદિવસ પર
    કરું છું પ્રાથના આપની તંદુરસ્તીની
    આપ રહો હંમેશા ખુશ, પ્રાર્થના છે એવી પ્રભુને.
    આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎂🎁
  • તમે મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છો.
    તમે હંમેશાં એ વ્યક્તિ રહ્યા છો જેના વિશે હું સપનાં જોતી હતી.
    હું ઇશ્વરનો આભાર માનું છું કે તમે મારા જીવનમાં આવ્યા.
    જન્મદિવસની શુભકામનાઓ પતિદેવ! 🎂🎁🎁
  • મારી પરી, મારા કાળજાનો ટુકડો, મારી વ્હાલીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎂🎁
  • ઘરમાં સૌનો લાડલો, ઘરનો જીવ, બધાની આંખોનો તારો, એવા મારા દીકરાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.🎁🎁
  • વિદ્યાની બાબતે તું ચાણક્ય રૂપી ચકોર બન.
    હિંમતવાન ભગતસિંહ રૂપી કિશોર બન.
    તારા જન્મદિવસે ભાઈ તને એ જ સલાહ છે કે,
    એકલા હાથે તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકાય, એવો કઠોર બન.

Happy birthday wishes shayari in Gujarati/ ગુજરાતીમાં જન્મદિવસના શુભેચ્છા સંદેશા અને શાયરીઓ

જો તમારા મિત્ર અથવા કોઈ સંબંધીનો જન્મદિવસ છે અને તમારે તેમને શુભેચ્છા મેસેજ મોકલવા છે તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. તમે અહીં ગુજરાતીમાં જન્મદિવસના શુભકામના મેસેજ, શાયરીઓ, Gujarati Birthday Messages સરળતાથી મેળવી શકો છે તેમજ પ્રિયજનોને શુભેચ્છા પાઠવી શકો છો. અહીંથી તમને ગુજરાતીમાં જન્મદિવસ શુભકામનાના બેસ્ટ મેસેજ/ Best Birthday Wishes in Gujarati મેળવી શકશો, જે તમે તમારા પ્રિયજનોને મોકલી શકશો.

  • જન્મદિનની અનેકો અનેક શુભેચ્છાઓ. પ્રભુને પ્રાર્થના કરું છું કે તમારી તમામ મનોકામના પૂર્ણ થાય.
  • મારા જીવનની સૌથી કિંમતી અને મહત્વની વ્યક્તિને જન્મદિન મુબારક. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • ઉપર ઊંચે આકાશની ઊંચાઈ પર તમારું નામ હોય,
    ચાંદની ધરતી પર તમારો મુકામ હોય,
    ભલે અમે રહિએ નાની દુનિયામાં
    પણ ઈશ્વર કરે કે આખું વિશ્વ તમારું હોય.
    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • ભગવાન તમને ખરાબ નજરથી બચાવે.
    તમને ચાંદ-સીતારાથી સજાવે,
    દુઃખ શું છે એ તમે ભૂલી જ જાઓ.
    ભગવાન એટલી હદે તમને સુખ બતાવે.
    જન્મદિનની શુભકામના! 🌹
  • આજના દિવસે તમે જે માંગો તે મળે, તમે જે શોધો તે મળે. જન્મદિવસની શુભેચ્છા.
  • રાગ, દ્વેષ અને નફરતના આ જંગલમાંથી તું જલ્દી જ બહાર નીકળી જાય, અને અનુરાગ, પ્રેમ અને કરુણાની દુનિયામાં ફરી પાછા વળે એવી પ્રભુને પ્રાર્થના. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • આ અમૂલ્ય જીવન નકામું કટાઈ જાય એના કરતા કોઈના માટે ઘસાઈ જવું વધુ સારું. બસ આ પંક્તિને જીવનમાં ઉતારવી. જન્મદિવસની શુભેચ્છાઓ બેટા.
  • એક નવી શરૂઆત કર, ઉઠ, ઉભો થા, જાત સાથે તું જંઘ કર
    જન્મદિવસના આ શુભ દિવસે જાગીને, તું એક નવી શરૂઆત કર.
    જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
  • આજ મુબારક, કાલ મુબારક
    દરિયા જેટલું વ્હાલ મુબારક
    ખુશ રહો હરહાલ તમે
    તમને આજનો જન્મદિવસ મુબારક
    હેપ્પી બર્થ ડે.
  • મેની મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપ્પી બર્થ ડે ટુ યુ.

Read More,

Personalized Birthday Gift Ideas – Show Your Loved Ones How Much You Care

50 বাংলায় জন্মদিনের শুভেচ্ছা। Happy Birthday Wishes, Messages, Shayari in Bengali

100+ Birthday Wishes in Marathi | वाढदिवसाच्या शुभेच्छा मराठी संदेश

100+ Best Birthday Wishes to Make Your Sister Smile

100+ Heart touching Birthday Wishes & Quotes for Dad from Daughter

You Might Also Like

No Comments

Leave a Reply

IGP: Same Day Gift Delivery | Online Gifts Shop

error

Enjoy this blog? Please spread the word :)

Pinterest
LinkedIn
Share
WhatsApp